છેલ્લાં 175 વર્ષથી જ્યાં, કરોડો શિશ જેમની સેવામાં ઝૂકે છે, કરોડો હૈયાં જેમની શ્રદ્ધામાં ભીંજાય છે, કરોડો આંખો જેમનાં દર્શનને ઝંખે છે, કરોડો માનવી અને પરિવારો જેમની સમક્ષ દુઃખ-દર્દ ઠાલવે છે અને મેળવે છે શાશ્વત સુખ – પરમ શાંતિ!

તેવા સાક્ષાત્ દેવ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી – સાળંગપુરધામનાં 175 વર્ષનાં પુણ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત શ્રી સાળંગપુરધામ શતામૃત મહોત્સવમાં પધારવા આપ સૌને આમંત્રણ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ જે ભૂમિ પર અસંખ્ય વખત પધાર્યા અને જ્યાં સૌ ગ્રામજનોને સદાચાર, સ્નેહ અને સત્સંગથી તરબોળ કર્યાં, જ્યાં ભક્તોનાં તૂટતાં મોભ પોતાનાં ખભે ઉંચકી લઈ માનવજીવન અને અબોલ પશુઓની સુદ્ધાં રક્ષા કરી, જ્યાં 203 વર્ષ પૂર્વે ભક્તિ અને જ્ઞાનનાં વચનામૃતો કહી સૌને અપાર આધ્યાત્મિક સમજણ આપી, જ્યાં ભારતીય સનાતન પરંપરાનાં ઉત્સવોમાંથી દૂષણ કાઢી પારંપારિક ફૂલદોલ ઉત્સવ ઉજવવાનો આરંભ કર્યો, જ્યાં ગ્રામજનોને અભયદાન આપ્યું કેઃ આ ગામની સીમા સુધી કોઇનું મૃત્યુ થશે તેને ક્યારેય જમનુંતેડું નહિ આવે,

જ્યાં સ્ત્રી ભક્તોને આધ્યાત્મ વિશ્વમાં અમર કહેવાય તેવાં વરદાન આપ્યાં, તે ગુજરાતનાં આ નાનકડાં ગામને તીર્થધામ બનાવ્યું, તેવાં પુણ્ય, પાવન અને પ્રસાદીરુપ તીર્થધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી – સાળંગપુરધામનાં 175 વર્ષનાં પુણ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત શ્રી સાળંગપુરધામ શતામૃત મહોત્સવમાં પધારવા આપ સૌને આમંત્રણ છે.

સામાન્ય જનોનાં દુઃખ અને કષ્ટ જોઈને કરુણા માત્રથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં આદિગુરુ યોગવર્ય સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણાને વશ સારંગપુરનાં ગામજનોની સુખાકારી માટે, મનુષ્યનાં જીવનમાં આવેલી કોઈપણ પીડા કે સંકટનાં નિવારણ માટે, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, વ્યવહારિક કે અન્ય કોઈપણ કષ્ટથી મુક્તિ મેળવવા માટે, સાળંગપુરની પુણ્યભૂમિ પર ભગવાન સ્વામિનારાયણનાં સંકલ્પાનુસાર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મૂર્તિમાં પ્રાણ પૂરી સ્થાપના કરી તે યુગઘટનાનાં

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી – સાળંગપુરધામનાં 175 વર્ષનાં પુણ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત શ્રી સાળંગપુરધામ શતામૃત મહોત્સવમાં પધારવા આપ સૌને આમંત્રણ છે.

સન્ 1848, વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમનાં પુણ્ય દિવસે બરાબર 175 વર્ષ પહેલાં

ભગવાન સ્વામિનારાયણનાં આશીર્વાદથી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ

સાળંગપુરની આ ભૂમિ પર સનાતન ધર્મનાં આરાધ્ય દેવ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને

પ્રચંડ પ્રાણશક્તિ સહિત સાક્ષાત્ બિરાજમાન કર્યાં તે સ્મૃતિને ઉજવવા, તે દેવને વધાવવા,

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી – સાળંગપુરધામનાં 175 વર્ષનાં પુણ્ય અવસરે

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત

શ્રી સાળંગપુરધામ શતામૃત મહોત્સવમાં પધારવા આપ સૌને આમંત્રણ છે.
મૂળ શ્રી સ્વામિનારાયણ મંદિર – વડતાલધામ સંસ્થાન તરફથી